Testimonial-6
જય માં ખોડલ…
લેઉવા પટેલ સમાજનું આશાનું કિરણ એટલે શ્રી ખોડલધામ..
સમાજના દરેક વ્યક્તિને પોતાનું લાગે સમાજને નવી ઓળખ અપાવી ગૌરવ અપાવ્યું તેવા ખોડલધામના સ્વપ્ન દ્રષ્ટા નરેશભાઈ પટેલને નતમસ્તક નમન.. જેમ ખોડલધામ સમાજના સર્વાંગી વિકાસનું પ્લેટફોર્મ છે તેમ સમાજના વિદ્યાર્થીની-વિદ્યાર્થીઓને માટે ખોડલધામની યુવા પાંખ KDVS ના ટૂંકા નામે પ્રચલિત છે
શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ સમાજના બાળકો કે જે સરકારી નોકરી કરવા માંગે છે તેવા યુવાનો માટે ઉડવાની પાંખો છે જેના થાકી સમાજના 300+ યુવાઓ સારી પોસ્ટ પર ફરજ બજાવે છે. આપણા સમાજના યુવાનોને નોકરી ઉપલબ્ધ બની છે જે કોલસા ને હીરો બનવવાની ક્ષમતા ધરાવે છે તેમજ સમાજમાં તે દરેક સેવાકીય પ્રવૃત્તિમાં ઉમંગને ઉત્સાહથી ભાગ લે છે અને સમાજ સેવાના રંગે રંગાઈ છે KDVS 3P થીયરી પર આગળ વધી રહ્યું છે પોલીસ, પત્રકાર અને પોલીટીક્સ સમાજમાં બહુજ મહત્વ ઘરાવતા આ ત્રણ મુદા પર સવિશેષ ધ્યાન આપી તૈયારીઓ કરાવવામાં આવે છે મારા સમાજે મારા માટે શું કર્યું કે કરશે એમ નહિ પણ હું મારા સમાજ માટે શું કરીશ તે વધારે મહત્વનું છે એ પાયાના સંસ્કાર આપતું KDVS. મારા અહોભાગ્ય કહેવાય કે આ સંસ્થામાં મને અભ્યાસ કરવાની તક મળી ને મને વ્હાલથી તૈયારીઓ કરાવીને સાથે પોલીસ વિભાગમાં જોબ અપાવી હું સદાને માટે ખોડલધામ અને KDVS ની ઋણી રહીશ.